માર્ચના પ્રારંભે સાતમી એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો

માર્ચના પ્રારંભે સાતમી એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો


- શાળાઓ શરૂ થતા શાળા કક્ષાએથી કસોટી યોજવા આગ્રહ : સંમતિ ન દર્શાવનાર વિદ્યાર્થી ઘરેથી પણ કસોટી આપી શકશે

ભાવનગર, તા. 11 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

વિદ્યાર્થીનું અભ્યાસમાં સાતત્ય જળવાઇ રહે તે માટે ૧૨ મહિનાના અંતભાગે એકમ કસોટીનું આયોજન થાય છે. આગામી ૨ માર્ચના રોજ સાતમી એકમ કસોટી યોજાશે. જે શાળા કક્ષાએથી લેવામાં આવે તેવો આગ્રહ કરાયો છે. જે માટેના પ્રશ્નપત્રનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

કોવિડ-૧૯ની મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસમાં સાતત્ય જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે માટે ધોરણ-૯થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે દર માસના અંત ભાગમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. માર્ચ-૨૦૨૧માં યોજાનાર ધોરણ-૯ અને ધોરણ-૧૦ની સાતમી એકમ કસોટી યોજાનાર છે.

ધો.૯ થી ૧૨ની એકમ કસોટી તા.૨ માર્ચ ૨૦૨૧થી ૪ માર્ચ ૨૦૨૧ દરમિયાન યોજવાની રહેશે. આ સાતમી એકમ કસોટી શાળા કક્ષાએ લેવામાં આવે તે ઇચ્છનીય છે અને જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળામાં આવવા સંમતિ દર્શાવી નથી તેઓને ઘરેથી આપવાની રહેશે. સાતમી એકમ કસોટીનો અભ્યાસક્રમ ફેબુ્રઆરી માસ સુધીનો રહેશે. ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીને અત્રેની કચેરીના ઇ-મેઇલ એડ્રેસ પરથી એકમ કસોટીના પ્રશ્નપત્રો તા.૨૬-૨ના રોજ ગોપનીય ઇ-મેઇલ એડ્રેસ પર મોકલવામાં આવશે. ત્યારબાદ તમામ એસવીએસ-ક્યુડીસી કન્વીનરનો તા.૨૬-૨ના રોજ કસોટીના પ્રશ્નપત્રો મોકલાશે. જે તા.૨૭-૨ સુધીમાં પોતાના સંકુલની તમામ ખાનગી, ગ્રાન્ટેડ, સરકારી શાળાને અને આચાર્ય તા.૨-૩ના રોજ સવારે ૧૧ કલાક સુધીમાં તમામ વિદ્યાર્થીના ઘરે સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં સંબંધિત બંને પ્રશ્નપપત્ર પહોંચડવાના રહેશે.

સરકારની સુચના અનુસાર રાજ્યની તમામ શાળાઓ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવેલ છે. આથી શાળા કક્ષાએ એકમ કસોટીનું આયોજન થાય તે ઇચ્છનીય છે અથવા જે વિદ્યાર્થીઓ શાળા હાજરી માટે સંમતિ દર્શાવેલ નથી તેવા વિદ્યાર્થીઓ અલગથી બનાવેલ નોટબુકમાં સ્વયંશિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી એકમ કસોટી આપી શકશે અને તા.૭-૩ સુધીમાં શાળાના આચાર્ય પહોંચડવાના રહેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rL7XdL

0 Response to "માર્ચના પ્રારંભે સાતમી એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel