અમીરગઢના નીચલાખાપા ગામે નાના ભાઈની હત્યા કરનાર આરોપી ઝડપાયો

અમીરગઢના નીચલાખાપા ગામે નાના ભાઈની હત્યા કરનાર આરોપી ઝડપાયો

પાલનપુર,તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

અમીરગઢ તાલુકાના નીચલાખાપા ગામે નવ વર્ષ અગાઉ બે સગા ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા મોટાભાઈએ પોતાના સગા નાનાભાઈની પથ્થર મારીને હત્યા કરી હતી. જે બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા નવ વર્ષ થી ભાગતો ફરતો હોઈ પોલીસ દ્રારા આ ફરાર આરોપીને ઝડપી લેવા સઘન પ્રયાસ કરી રહી હતી. દરમ્યાન પાલનપુર તાલુકા પોલીસની ટીમે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી નવ વર્ષ જુના હત્યા કેસના આરોપીને પારપડા ગામે થી ઝડપી પાડયો છે.

અમીરગઢના નીચલાખાપા ગામે તા.૩૦/૦૫/૨૦૧૨ ના રોજ ભારમાભાઈ ભીખાભાઇ ડામોર અને તેના સગા મોટાભાઈ ભાણાભાઈ ભીખાભાઈ ડામોર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ભાણાભાઈએ પોટના સગા નાનાભાઈ ભારમાભાઈ ની પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. આ મર્ડર અંગે  અમીરગઢ પોલીસ મથકે ભાણાભાઇ ભીખાભાઇ ડામોર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા નવ વર્ષ થી ભાગતો ફરતો હોઈ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની વિવિધ એજન્સીઓ દ્રારા આ ફરાર આરોપીને ઝડપી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

દરમ્યાન પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.આર. પટેલે નાસતા ફરતા આરોપીઓ ને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓની તપાસ શરુ કરી હતી જેમાં નીચલાખાપા ગામે નવ વર્ષ અગાઉ પોતાના ભાઈની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલ આરોપીને શોધવા માટે આરોપીના બાળકોના ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની તપાસ કરતા ફરાર આરોપી ભાણાભાઈ ભીખાભાઇ ડામોર પાલનપુર તાલુકાના પારપડા ગામે હોવાની ભાળ મળતા પોલીસે પારપડા ગામે ઓચિંતી તપાસ કરીને મર્ડર કેસમાં નવ વર્ષ થી ફરાર આરોપી ભાણાભાઈ ને ઝડપી લઈ તેને અમીરગઢ પોલીસને હવાલે. કરાયો હતો.

ફરાર આરોપી કેવી રીતે ઝડપાયો

નીચલાખાપા મર્ડર કેસમાં  નાસતા ફરતા આરોપીની ઝડપી લેવા તાલુકા પોલીસની ટીમ દ્રારા છેલ્લા ચાર વર્ષથી ઝીણામાં ઝીણી માહિતી એકત્રિત કરવામાં આવી હતી જેમાં આરોપી અગાઉ જગાણા રહેતા હોવાની બાતમી મળી હતી જેની જાણ આરોપીને થતા તે જગાણા ગામ છોડી દીધું હતું જોકે આરોપીનું બાળક સ્કુલમાં અભ્યાસ કરતું હોઈ તેની માહિતી આધારે પોલીસે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ થી આરોપીના બાળકની ઓનલાઇન માહિતી મેળવી ટ્રેસ કરતા આરોપીનું બાળક પારપડા સ્કૂલમાં અભ્યાસ કરતું હોવાની માહિતીના આધારે આરોનેપીની પારપડાથી અટકાયત કરાઇ હતી 

શુ છે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ 

 આધુનિક શિક્ષણના નવતર પ્રયોગ અન્વયે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકની આ પ્રોજેકટની સિસ્ટમમાં એકવાર એન્ટ્રી કરતા તેમાં તેને યુઆઇડી નંબર આપવામાં આવવા છે ત્યારબાદ તે બાળક રાજ્યની કોઈપણ સ્કૂલમાં દાખલ થાયતો તેના યુઆઇડી નંબર આધારે તેની હાલની સ્કૂલ તથા રહેઠાણની માહિતી સિસ્ટમથી ઉપલબ્ધ થાય છે.પોલીસે આજ સિસ્ટમનો આરોપી પકડવામાં ઉપયોગ કરી ખૂન જેવા ગંભીર ગુનાના આરોપીને નવ વર્ષ બાદ ઝડપી લીધેલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u8SZ3m

0 Response to "અમીરગઢના નીચલાખાપા ગામે નાના ભાઈની હત્યા કરનાર આરોપી ઝડપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel