વડગામના મેજરપુરાના સરપંચને 3.52 લાખનો દંડ ફટકારતા ચકચાર

વડગામના મેજરપુરાના સરપંચને 3.52 લાખનો દંડ ફટકારતા ચકચાર

છાપી તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

વડગામ તાલુકાના મેજરપુરા અને પાંચડા ગામમાં ગૌચર ની જમીન માંથી ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરી મોટી માત્રામાં સાદી માટી ઉલેચનાર મેજરપુરા ના સરપંચ ને રૂ. ૩,૫૨,૮૫૩ અને પાંચડા ના અન્ય એક ઈસમ ને રૂ. ૧૧૫૯૮ નો દંડ ફટકારતા ખનીજ ની તસ્કરી કરનારાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.

વડગામ તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરી દ્રારા મળતી હકીકત મુજબ વડગામ માં ફેરણી દરમિયાન જાણકારી મળતાં મેજરપુરા તેમજ પાંચડા ગામના ગૌચર માં તંત્ર ની પરવાનગી વગર ગૌચર ની જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે .જેથી ટીડીઓ તેમજ તલાટી અને ભૂસ્તર વિભાગ ની સંયુક્ત ટિમ દ્રારા સર્વેયર દ્રારા માપણી કરવામાં આવી હતી જેમાં મેજરપુરા ગામે સરપંચ કીતસિંહ ગંભીરસિંહ બારડ દ્રારા સર્વે નંબર ૧૦૦ માંથી કુલ ૧૪૩૦ મેં.ટન ખનીજ ગેરકાયદેસર ખોદકામ કરેલ જેથી ભૂસ્તર અને ખનીજ વિભાગ દ્રારા વિવિધ નિયમો મુજબ કુલ રૂ. ૩ ,૫૨, ૮૫૩ નો દંડ ફટકારવામાં આવ્યો હતો .દરમિયાન પાંચડા ગામમાં બારડ રણજીતસિંહ કરશનજી દ્રારા સર્વે નંબર ૧૭૬ માંથી ૪૭ મેં.ટન ખનીજ નું ખોદકામ કરેલ જણાઈ આવતાં તેઓને રૂ. ૧૧૫૯૮ નો દંડ ફટકારવામાં આવ્યો હતો .વડગામ તાલુકા માં તાજેતર માં ટીડીઓ નો ચાર્જ સંભાળનાર કે.કે.ચૌધરી અને ભૂસ્તર  વિભાગ ની સંયુક્ત ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરી કરનાર સરપંચ સહિત અન્ય એક ઈસમ ને દંડ ફટકારતા ગેરકાયદેસર ખનીજ નું ખોદકામ કરનાર  તત્વો માં ફફડાટ વ્યાપી ગયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ubK0yq

0 Response to "વડગામના મેજરપુરાના સરપંચને 3.52 લાખનો દંડ ફટકારતા ચકચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel