પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરાવવા 11 હજારની ઠગાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરાવવા 11 હજારની ઠગાઈ

મહેસાણા,તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

વિજાપુર નગરપાલિકામાંથી આવુ છું તેવું કહીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજુર કરાવવા પેટે લાભાર્થી વૃધ્ધા પાસેથી રૂ.૧૧ હજાર પડાવી છેતરપિંડી આચરનાર વિસનગરનો એક ગઠીયો ઝડપાયો હતો. પોલીસની પુછપરછમાં તેણે અગાઉ પણ અન્યો પાસેથી પૈસા પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. વિજાપુર પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વિજાપુર શહેરના ચક્કર વિસ્તારમાં લોકોની સતર્કતાને કારણે ઠગાઈ કરવાની વૃત્તિ ધરાવતો વિસનગરનો સીરાજ ફઝલમહંમદ મેમણ નામનો ભેજાબાજ યુવક ઝડપાયો હતો. જેને પોલીસ મથકે લઈ જવાતાં તેણે પુછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત કબુલી હતી. જેમાં દોશીવાડામાં રહેતા નવિનચંદ્ર રતિલાલ મહેતાના પત્ની ધર્મિષ્ઠાબેન નામના વૃધ્ધા ઘરમાં એકલા હતા. તે વખતે આ ગઠીયો આવ્યો હતો અને વિજાપુર નગરપાલિકામાંથી આવું છું તેવું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. જ્યારે તમાાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો રૂ.૭૦ હજારનો પાંચમો હપ્તો મંજુર કરાવવા રૂ.૧૧ હજાર આપો. આ પૈસા બેંકમાં ભરીશ એટલે હપ્તો પાસ થઈ જશે. જેથી વૃધ્ધાએ પોતાના પડોશી પાસેથી ઉછીના લાવી તેને પૈસા આપ્યા હતા. આ ઉપરાંત સિંગોડાના પૈસા લેવાના બહાને નરેશ કાંતિલાલ ભોઈ, એલઆઈસીનું પ્રિમિયમ ભરવાના બહાને અજય દશરથભાઈ દેવીપૂજક અને લારી-સીલાઈ મશીન પાસ થયેલ હોવાનું જણાવી રાજ્યની કિશોરીલાલ કુશવાહા સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વિજાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M4tezY

0 Response to "પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરાવવા 11 હજારની ઠગાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel