મોરબીથી સિરામિક ટાઈલ્સ ભરીને ગયેલા ટ્રક માલિક અને ચાલકે 2.70 લાખની ટાઈલ્સ અલ્હાબાદ ના પહોંચાડી ઠગાઇ કરી

મોરબીથી સિરામિક ટાઈલ્સ ભરીને ગયેલા ટ્રક માલિક અને ચાલકે 2.70 લાખની ટાઈલ્સ અલ્હાબાદ ના પહોંચાડી ઠગાઇ કરી

મોરબી, તા. 12 ફેબ્રુઆરી 2021 શુક્રવાર

મોરબીના લાલપર નજીક સિરામિક ફેક્ટરીમાંથી ૩૨૬૫ પેટી ટાઈલ્સનો માલ અલ્હાબાદ માટે રવાના કર્યો હોય જોકે ટ્રક માલિક અને ટ્રકચાલક દ્વારા છેતરપીંડી આચરવામાં આવી હોય અને ટાઈલ્સ અલ્હાબાદ ન પહોંચાડી છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબી વાંકાનેર હાઈવે પર રહેતા ટ્રાન્સપોર્ટર મનોજકુમાર પ્યારેલાલ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે લાલપર નજીક સોનેક્ષ સિરામિક ફેક્ટરીમાંથી ૩૨૬૫ પેટી ટાઈલ્સની લોડ કરાવી મોરબીથી અલ્હાબાદ મોકલવા ટ્રકમાં રવાના કરી હતી.

જે ટાઈલ્સનો માલ રાજસ્થાન લઇ જઈને ટ્રક ના માલિક હરિભજન ગુર્જર (રહે રાજસ્થાન) એ આગળનો હિસાબ કરી મારા નીકળતા પૈસા આપો પછી માલ અલ્હાબાદ પહોંચાડ્શું તેમજ ટ્રકચાલક ઘોલું ગુર્જર (રહે રાજસ્થાન)એ માલ અલ્હાબાદ નહિ પહોંચાડી ૨,૭૦,૪૯૮ ની કિમતની ટાઈલ્સના માલની છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ચીટીંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jJR0NX

0 Response to "મોરબીથી સિરામિક ટાઈલ્સ ભરીને ગયેલા ટ્રક માલિક અને ચાલકે 2.70 લાખની ટાઈલ્સ અલ્હાબાદ ના પહોંચાડી ઠગાઇ કરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel