રાજસ્થાનનો રીઢો આંતરરાજ્ય વાહનચોર ઝડપાતા 45 ભેદ ઉકેલાયા

રાજસ્થાનનો રીઢો આંતરરાજ્ય વાહનચોર ઝડપાતા 45 ભેદ ઉકેલાયા


અમદાવાદ, બુધવાર

રાજસ્થાનનો રીઢો આંતરરાજ્ય વાહનચોર ચોરીની કાર સાથે ઝડપાતા વાહનચોરીના ૪૫ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી વિરૃદ્ધ મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, ડીસા અને થરાદમાં વાહનચોરીના અનેક ગુના નોંધાયેલા હોવાનું ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું. 

ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે હોટેલ આશ્રય ઈન એક્સપ્રેસ સામે કાર વેચવા આવેલા માંગીલાલ ઉર્ફે માંગીરામ ધુમાલારામ બિશ્નોઈ(૨૮)ની અટક કરી હતી. રાજસ્થાનના આબુ રોડ ચન્દ્રાવતી ખાતે રહેતા માંગીલાલ પાસેથી પોલીસે ચોરી કરેલી ક્રેટા કાર કબજે કરી હતી. તપાસમાં તેની વિરૃધ્ધ વાહનચોરીના ૪૫ જેટલા ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

જેમાં નાગપુર ધનતોલી પોલીસ સ્ટેશન, મહેસાણા, છાપી, સિધ્ધપુર,ડીસા, પાલનપુર, છત્રાલ, થરાદ, પ્રાંતિજ, ખેડબ્રહ્મા અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તે સિવાય સાંચોર પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિષના કેસમાં તથા ગુડમાલાની પોલીસ સ્ટેશન, પાલનપુર પોલીસ સ્ટેશન, આગથળા પોલીસ સ્ટેશન, સિધ્ધપુર પોલીસ સ્ટેશન, જેસલમેર, સાંગડ, રાધેશ્વરી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી તથા સાંચોર પોલીસ સ્ટેશનમાં દારૃના કેસોમાં પકડાયો હતો. પુછપરછમાં તેણે ોલીસને કહ્યું હતું કે તે તેના સાગરીતો સાથે રાજસ્થાનથી સ્વિફ્ટ કારમાં અલગ અલગ શહેરોમાં જઈને રાત્રે રોડ તથા આજુબાજુમાં પાર્ક કરેલ બોલેરો કેમ્પર, પીકઅપ ડાલા તથા અન્ય વાહનોની ડુપ્લીકેટ ચાવીથી તથા એ.સી.એમ મશીનથી લોક ખોલીને ચોરી કરતા હતા. બાદમાં ચોરી કરેલા વાહનો રાજસ્થાન ખાતે લઈ જઈને વેચી દેતા હતા. પોલીસે ચોરી કરીને વેચી દીધેલા આ વાહનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qZid14

0 Response to "રાજસ્થાનનો રીઢો આંતરરાજ્ય વાહનચોર ઝડપાતા 45 ભેદ ઉકેલાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel