
સ્વરૂપગંજ ડેમમાં મોતની છલાંગ લગાવનાર યુવકની લાશ છ દિવસે મળી
અમીરગઢ તા.13 જાન્યુઆરી 2021, બુધવાર
સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ મા આવેલ ડેમમાં એક આદિવાસી યુવકે મિત્રો સાથે સરત લગાવતા ડેમના પાણીની ઊંડાઈ જાણ્યા વિના છલાંગ લગાવેલ હતી જેની લાશ છ દિવસથી શોધખોળ બાદ મળી આવી હતી.
જોધપુર અને જયપુરના તરવૈયાઓની ટીમોએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢયો હતો. સ્વરૂપગંજ ખાતે આવેલ બનાસ ડેમમાં કિકાભાઈ ગરાસિયા તેઓના મિત્રો સાથે ડેમ પર લટાર મારવા નીકળ્યા હતા .અને ડેમના પાણીમાં કૂદી પડવાની મિત્રો સાથે સરત લગાવી તેઓ વિશાળ ડેમમાં કૂદી પડયા હતા .ડેમમાં કુદયાની સાથેજ તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા .ઘણા સમયે બાદ પણ તેઓ પાણીની બહાર ન આવતા તેઓની સાથેના મિત્રો એ શોધખોળ કરી હતી .પરંતુ ન દેખાતા અન્ય લોકો અને પોલીસ પ્રશાસાન ને જાણ કરતા પોલીસ અને મોટા પ્રમાણમાં લોકો દોડી આવ્યા હતા .સ્વરૃપ ગંજના હેડ કોસ્ટ બલ હનુમાન સિંહ રાણાએ સ્થાનિક તરવૈયા ઓ ની મદદ લીધા બાદ પણ બન લાસ ન મળતા ઉચ કક્ષાએ રજૂઆત કરતા સિરોહી જિલ્લા ઉપરાંત જોધપુર અને જયપુર થી પણ એ ડી જી ટીમો દોડી આવી હતી .અને દિવસ તથા રાત્રિ દરમિયાન પણ ડેમમાં રેસ્ક્યું ઓપરેશન સરૃ કરેલ હતું .કડકતી ઠંડીમાં પણ એના ડી આર એફ જોધપુરની ટીમ અને સિવિલ ડિફેન્સ દ્વારા ડેમના પાણીમાં તપાસ કરેલ હતી છતાં પણ લાસ ન મળતા હતાસ થયા વિના તંત્ર રેસક્યું જારી રાખતાં છ દિવસ બાદ યુવકની લાશને બહાર નીકળવામાં આવેલ હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bDuGU3
0 Response to "સ્વરૂપગંજ ડેમમાં મોતની છલાંગ લગાવનાર યુવકની લાશ છ દિવસે મળી"
Post a Comment