રાજ્યમાં 144 કલમ લાગુ, શાંતિ ડહોળનારા સામે કડક કાર્યવાહી કરાશે

રાજ્યમાં 144 કલમ લાગુ, શાંતિ ડહોળનારા સામે કડક કાર્યવાહી કરાશે


વિરોધ પ્રદર્શન થવાની ભીતિને પગલે ક્રાઉડ કંટ્રોલ અને રાયોટ કંટ્રોલ સંસાધનો સાથે પોલીસ સજ્જ

અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

ભારત બંધના એલાનને પગલે ગૃહવિભાગે પોલીસને સતર્ક રહેવા આદેશ કર્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશને પગલે બંધ દરમિયાન વિરોધ પ્રદર્શનના નામે બળજબરીપૂર્વક બજારો બંધ કરાવવા, સરકારી માલમિલ્કતને નુકશાન પહોંચાડવું, હાઇવે જામ કરનારાં સામે કડક કાર્યવાહી  કરવા ડીજીપીએ સૂચના આપી છે.બંધના એલાનને જોતાં  સમગ્ર રાજ્યમાં ચાંપતો પોલીસ બંદાબસ્ત ગોઠવી દેવાયો છે. 

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ 8મી ડિસેમ્બરે ભારત બંધનુ એલાન આપ્યુ છે જેના પગલે ગુજરાતમાં કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની તકેદારીરૂપે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે, કોરોનાની મહામારીને કારણે વિરોધ પ્રદર્શનના નામે જાહેર વ્યવસૃથા ખોરવાય તેવુ કરવુ નહીં.

જો હાઇવે-રસ્તા પર ટ્રાફિક જામ કરવો , સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવું , બળજબરીપૂર્વક બજારો બંધ કરાવવાના પ્રયાસો કરાશે તો તે વ્યક્તિ વિરૂધૃધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવશે.આ ઉપરાંત આવા કૃત્યો કરી સોશિયલ મિડીયા પર વિડીયો મૂકશે તો પણ ગુનો દાખલ કરી કાર્યવાહ કરાશે.

જિલ્લા અને શહેરોમાં વધારાની એસઆરપીની ટુકડીઓને તેનાત કરવામાં આવશે. કાયદા વ્યવસૃથાની સિૃથતી બગડે નહી તે માટે ક્રાઉડ કંટ્રોલ અને રાયોટ કંટ્રોલ સંશાધનોથી પોલીસને સજજ કરાઇ છે. જરૂર પડે ત્યા વધારાની પોલીસ ટુકડીઓ મોકલવા આયોજન કરાયુ છે. સમગ્ર રાજ્યની પોલીસને સોમવારથી સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાય છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના ફિક્સ પોઇન્ટ મૂકાશે. આ સૃથળો સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. રાજ્યની જિલ્લા સરહદો પર નાકા પોઇન્ટ મૂકી વાહનોનુ ચેકિંગ શરૂ કરાયુ છે. જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરોને સિૃથતી પર ચાંપતી નજર રાખવા જણાવાયુ છે. પોલીસ લોકોને શાંતિ જાળવવા પણ અપીલ કરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IoGM7q

0 Response to "રાજ્યમાં 144 કલમ લાગુ, શાંતિ ડહોળનારા સામે કડક કાર્યવાહી કરાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel